આપણે આપના ઘણા ભોજનનો સ્વાદ વધારવા માટે ઘી નો ઉપયોગ કરતાં હોઇએ છીએ. જે પહેલેથી જ સ્વાદિષ્ટ છે. ઘી નો સુગંધિત સ્વાદ કોઈ પણ વસ્તુનો સ્વાદ વધારી દે છે. ઘણા ઘરોમાં ઘી સાથે રોટલી ખાવામાં આવે છે. આજે અમે તમને ઘી સાથે રોટલી કેમ ખાવી જોઈએ તેના 5 કારણો વિષે જણાવીશું.
1. સ્વાદ સુધરે છે અને ચરબી બર્ન થાય છે:-
ઘી એક શુધ્ધ સ્વાદ ધરાવે છે. જે દૂધની કેરેમલાઇઝેશન પ્રોસેસ માંથી આવે છે. આ માટે ઘી રસોઈમાં અને બીજી વસ્તુઓમાં સ્વાદ વધારવનું કામ કરે છે. મલાઇકા અરોરા, કેટરીના કૈફ જેવી હસ્તીઓ તેમના દિવસની શરૂઆત ખાલી પેટે એક ચમચી ઘી ખાયને કરે છે. ઘી માં ગુડ ફેટ હોય છે. જે લોકોને વજન ઘટાડવામાં અને ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.
2. મગજ ના કાર્યોમાં સુધારો:-
પોષક તત્વો અને સંતૃપ્ત ચરબીથી ભરપૂર હોવાને કારણે ઘી મગજ, હાંડકા અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેનું રોજ મર્યાદિત માત્રામાં સેવન કરવાથી મગજને ખૂબ જ ફાયદો થાય છે.
3. ઉર્જાનો સારો સ્ત્રોત:-
ઘી સાથે રોટલી ગ્લાઇકેમિક લોડ ઘટાડવામાં મદદ કરે છે. તેથી સતત ઉર્જા પૂરી પાડે છે. ઘીનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું લાગે છે. જેના કારણે તમે વધુ ખાવાનું ટાળો છો. જેથી શરીરનું મેટાબોલીઝમ બરાબર રહે છે. આ સાથે જ ઘી રોટલામાં રહેલા ગ્લુકોઝ અને ફાઇબરને સરળતાથી પચાવવામાં મદદ કરે છે.
4. ઇમ્યુનિટી બુસ્ટર:-
ઘી બ્યુટીરિક એસિડથી સમૃદ્ધ છે અને શરીરને રોગ સામે લડતા ટી લિમ્ફોસાઇટ્સ ઉત્પન્ન કરવા પ્રોત્સાહિત કરે છે. ઘી ચરબીમાં દ્રાવ્ય વિટામીન્સ અને આવશ્યક ફેટીએસિદનું મહત્વપૂર્ણ વાહન કરે છે. અભ્યાસો પુરાવા આપે છે કે 10 ટકા ઘી સિરમ લિપિડ્સ પર કોઇ અસર કરતું નથી. હકીકતમાં એ રોગો સામે રક્ષણાત્મક હોય છે આથી જ રોટલી પર ઘી લગાવીને ખાવું જોઈએ.
5. પાચન તંત્ર સારું રહે છે:-
ઘી નો પાચન તંત્ર સાથે સીધો સંબંધ છે. ઘી પેટમાં એસિડ છોડવામાં મદદ કરે છે. જે યોગ્ય પાચન માટે જરૂરી છે. ઘી વાળી રોટલીએ સ્વાસ્થ્ય અને સરળતાથી સુપાચ્ય ખોરાકનો વિકલ્પ પૂરો પાડે છે. તે ખોરાકને વધુ સારી રીતે તોડે છે.