હાઈ પ્રોટીન યુક્ત મગની દાળના ઢોકળા ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી

સવારે નાસ્તામાં હેલ્ધી ખાવું ખૂબ જ મહત્વનું છે. કઠોળની વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોય છે. ત્યારે મગની દાળના ઢોકળા ઘરે બનાવી શકાય છે. તેની સંપૂર્ણ રેસિપી જણાવીશું.

New Update
dal na dhokal

સવારે નાસ્તામાં હેલ્ધી ખાવું ખૂબ જ મહત્વનું છે. કઠોળની વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોય છે. ત્યારે મગની દાળના ઢોકળા ઘરે બનાવી શકાય છે. તેની સંપૂર્ણ રેસિપી જણાવીશું.

દરેક લોકોને સવાર-સાંજે નાસ્તામાં સ્વાદિષ્ટ વાનગી ખાવાનું પસંદ હોય છે. ત્યારે મગની દાળના ઢોકળા બનાવી શકો છો. આ ઢોકળા પ્રોટીનથી પણ ભરપૂર હોવાથી હેલ્ધ માટે ફાયદાકારક છે.

મગની દાળના ઢોકળા બનાવવા માટે મગની દાળ, દહીં, આદુ-લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ઈનો અથવા ટાટાના સોડા, મીઠું, હળદર, રાઈ, કઢી પત્તા, તેલ, પાણી સહિતની વસ્તુની જરુર પડશે.

સૌથી પહેલા મગની દાળને 3-4 કલાક પાણીમાં પલાળી રાખો. પછી થોડું પાણી ઉમેરો અને તેને મિક્સરમાં બારીક પીસી લો.

મગની દાળની પેસ્ટ ખૂબ પાતળી ન હોવી જોઈએ. તેનું ખીરું ઈડલી જેવું રાખો. હવે પીસેલી દાળમાં દહીં, આદુ-લીલા મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, હળદર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

હવે બેટરમાં ઈનો અથવા ખાવાના સોડા ઉમેરી મિક્સ કરી લો.ત્યારબાદ ગ્રીસ કરેલી પ્લેટમાં નાખી 15-20 મિનિટ માટે સ્ટીમ કરો.

ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, કઢી પત્તા અને લીલા મરચાં ઉમેરી ઢોકળા ઉમેરી વઘારી લો. આ હાઈ પ્રોટીન ઢોકળાને ફૂદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.