સ્વાદિસ્ટ એવી દાળ ઢોકળી ઘરે બનાવો, જાણો સરળ રેસિપી

ગુજરાતની કેટલીક વાનગીઓ દેશ-વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ છે. વિદેશથી આવતા લોકો પણ ગુજરાતમાં આવી જલેબી-ફાફડા, થેપલા, ખાખરાની જેમ જ દાળ ઢોકળી ખાવાનું પસંદ કરતા હોય છે.

New Update
DAL DHOKLI

ગુજરાતની કેટલીક વાનગીઓ ખુબ જ ફેમસ હોય છે. તેમાંથી દાળ-ઢોકળી પણ ગુજરાતની લોકો પ્રિય વાનગીઓ છે. તો આજે ઢોકળી બનાવવાની સરળ ટીપ્સ જણાવીશું.

Advertisment

દાળ-ઢોકળી બનાવવા માટે ઘઉંનો લોટ, તુવેરદાળ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, તેલ, મીઠું, ઘી, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ, કોથમીર, ગોળ, મગફળીના દાણા, સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, રાઈ, હિંગની જરુર પડશે.

દાળ-ઢોકળી બનાવવા માટે સૌથી પહેલા તુવેરની દાળને ધોઈને પ્રેશર કૂકરમાં લો. તેમાં હળદર, મીઠું, પાણી ઉમેરી 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી બ્લેન્ડ કરી લો.

હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, હળદર, મરચું પાઉડર, તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં થોડુ-થોડું પાણી ઉમેરીને રોટલીના લોટની જેમ ઢોકળીનો લોટ બાંધી લો.

હવે એક પેનમાં દાળને ઉકળવા મુકો. તેમાં મીઠું, મરચું, ધાણા જીરું અને ગોળ ઉમેરી ઉકળવા દો. ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી રોટલી બનાવી તેને કાપી લો. ત્યારબાદ તેને ઉકળવા નાખો.

ત્યારબાદ હવે એક પેનમાં તેલ લો. તેમાં રાઈ, હિંગ, લાલ મરચાં, ગરમ મસાલો નાખી આ વઘારને ઢોકળીમાં નાખી. ગરમ થવા દો. ત્યારબાદ તેને સર્વ કરો.

Advertisment
Latest Stories