ગુજરાતી સ્ટાઈલમાં કઢી-ખીચડી ઘરે બનાવો, એક વાર ખાશો તો વારંવાર યાદ કરશો

ગુજરાતની કેટલીક વાનગીઓ દેશ-વિદેશમાં ખુબ જ પ્રસિદ્ધ છે. વિદેશથી આવતા લોકો પણ ગુજરાતમાં આવી જલેબી-ફાફડા, થેપલા, ખાખરાની જેમ જ કઢી-ખીચડી ખાવાનું પસંદ કરતા હોય છે.

New Update
RY54W5

 

Advertisment

ગુજરાતની કેટલીક વાનગીઓ ખુબ જ ફેમસ હોય છે. તેમાંથી ગુજરાતી સ્ટાઈલમાં બનાવવામાં આવતી કઢી-ખીચડી પણ લોકોની પ્રિય વાનગીઓ છે. તો આજે કઢી-ખીચડી બનાવવાની સરળ ટીપ્સ જણાવીશું.

ખીચડી બનાવવા માટે ચોખા, ફોતરાવાળી મગની દાળ, પાણી, જીરું, ધાણા પાઉડર, ગરમ મસાલો, મીઠું, ઘી સહિતની સામગ્રીની જરુર પડશે.

ખીચડી બનાવવા માટે ચોખા અને મગની દાળને સ્વચ્છ પાણીથી ધોઈને પાણીમાં પલાળી રાખો. હવે એક કૂકરમાં ઘી ગરમ કરવા મુકો તેમાં જીરું અને હીંગ ઉમેરો.

હવે ચોખા અને મગની દાળને કૂકરમાં ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો. કુકરની 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી લો.કઢી બનાવવા માટે દહીં, ચણાનો લોટ, જીરું, ગરમ મસાલો, મીઠું, ઘી, પાણી સહિતની સામગ્રીની જરુર પડશે.

દહીંમાં થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિશ્રણ બનાવી લો. ધ્યાન રાખો કે ચણાના લોટમાં ગાંઠ ન રહી જાય.

આ મિશ્રણમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ગાળી લો. જેથી લોટની કોઈ કણી હોય તો દૂર થઈ જાય. હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં જીરું ઉમેરો.ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન અને મરચાં ઉમેરો.

Advertisment

હવે ચણા અને દહીંનું તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેમાં ગોળ અથવા સાકર ઉમેરી સતત હલાવતા રહો. કઢી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો. હવે તમે ખીચડીને કઢી સાથે સર્વ કરી શકો છો.

 

Advertisment