/connect-gujarat/media/media_files/2025/08/29/laddoo-2025-08-29-13-27-12.jpg)
ગણેશ ચતુર્થીના તહેવારમાં કેટલાક લોકો ગણપતિ બાપ્પાને ઘરે લાવતા હોય છે. ત્યારે તેમને લાડુની સાથે અવનવા પ્રકારના મોદક બનાવીને ધરાવવામાં આવે છે. તો આજે ચુરમાના લાડુ બનાવવાની રેસિપી જણાવીશું.
દેશભરમાં ગણેશ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે ગણપતિના પ્રિય લાડુ દરેક ઘરમાં બનતા હોય છે. પરંતુ કેટલાક લોકોને લાડુ બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે ચુરમાના લાડુ બનાવવાની સરળ રીત જણાવીશું.
ચુરમાના લાડુ બનાવવા માટે ઘઉંનો લોટ, ઘી, ગોળ, એલચી પાઉડર, હૂંફાળુ દૂધ, ડ્રાયફ્રુટ ,ખસખસ સહિતની વસ્તુઓની જરુર પડશે. લાડુ બનાવવા માટે પણ કેટલી ટ્રીકનો ઉપયોગ કરવો પડશે.
ચુરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ ચાળીને લો. ત્યારબાદ તેમાં ઘી, દૂધને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટમાં પાણી વધારે ન પડી જાય. હવે આ લોટને ઢાંકીને થોડીવાર મુકો દો.
હવે એક પેનમાં તેલ મુકો. ત્યારબાદ તૈયાર કરેલા મુઠીયાને તળી લો. આ મુઠીયા ઠંડા થાય એટલે મિક્સર જારમાં તેને પીસી લો.
ત્યારબાદ એક પેનમાં ઘી લો અને ગોળ ઉમેરો.ગોળ બરાબર ઓગળી ગયા પછી તેમાં આ પીસેલો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરી દો.
હવે તેમાં એલચી પાઉડર,જાયફળ, બદામ પિસ્તા, દ્રાક્ષ સહિતના ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી લાડું બનાવી લો. આ લાડુને ખસખસથી કોટ કરી સર્વ કરી શકો છો.
Homemade Recipe | laddus | Ganesh Chaturthi