Connect Gujarat
વાનગીઓ 

અથાણાંની સિઝન આવી ગઈ છે ત્યારે આ નાની નાની ટિપ્સ બહુ ઉપયોગી થશે, જોજો ભૂલતા નહિ....

હાલમાં ગરમીની સિઝન છે ત્યારે અનેકઘરોમાં છુંદો, અથાણાં, સ્ક્વોશ અને જામ પણ બની રહ્યા છે.

અથાણાંની સિઝન આવી ગઈ છે ત્યારે આ નાની નાની ટિપ્સ બહુ ઉપયોગી થશે, જોજો ભૂલતા નહિ....
X

ભારતીય ભોજનમાં ગમે તેટલી વાનગીઓ પીરસવામાં આવે પણ તેની સાથેના ચટપટા અથાણાંનો સ્વાદ તો કઈક અલગ જ હોય છે. ભોજનની સાથે પીરસતા અથાણાં તેનો સ્વાદ વધારી દે છે. હાલમાં ગરમીની સિઝન છે ત્યારે અનેકઘરોમાં છુંદો, અથાણાં, સ્ક્વોશ અને જામ પણ બની રહ્યા છે. પણ જો તમે બાર મહિના ચાલે તેવું અથાણું બનાવી રહ્યા છો તો તમારે આ ટિપ્સને ખાસ ફોલો કરવાની રહે છે. જો તમે આ વાતનું ધ્યાન રાખશો તો તમારું અથાણું ખરાબ નહિઁ થાય આ સાથે જ તે લાંબો સમય સુધો લાલ ચટ્ટાક રહેશે. તો જાણો આ ટિપ્સ...

અથાણાં માટેની ટિપ્સ:-

§ અથાણાં માટેની કેરી કે શાક કે ફળ તાજા અને રસભર્યા હોય તે જરૂરી છે.

§ મસાલા મિક્સ કરતાં પહેલા શાકને ધોઈને સૂકવી લેવા.

§ અથાણું બનાવવા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરો.

§ અથાણું બનાવવાનું વાસણ કોરું હોય તેનું ખાસ ધ્યાન રાખો.

§ અથાણું તૈયાર થાય નહિ ત્યાં સુધી તેને કપડું બાંધીને સમયાંતરે તડકામાં મૂકો.

§ રોજ વાપરવા માટેના અથાણાંને નાની બરણીઓમાં કાઢીને વાપરો.

§ અથાણું કાઢ્યા બાદ તેને સારી રીતે તેલમાં ડુબાડો નહીં તો તે ખરાબ થવાનો ડર વધુ રહે છે.

§ અથાણાંની બરણીને સારી રીતે બંધ કરો. જો તે ફિટ બંધ નહીં થાય તો તેમાં થોડા સમય બાદ ફંગસ જોવા મળશે

§ જ્યારે પણ અથાણું કાઢો ત્યારે સાફ અને કોરા ચમચાનો ઉપયોગ કરો.

§ જે અથાણું આખું વર્ષ રહેવા દેવાનું હોય તેને બરાબર તેલમાં દુબાળેલું રાખો. માટે જ્યારે અથાણું બહાર કાઢો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો.

Next Story