મહિના સુધી લીંબુને તાજા રાખવા છે?.. તો જાણો આ ટિપ્સ વિશે.... લીંબુ રહેશે એકદમ તાજા....

લીંબુને સારા ને તાજા રાખવા માટે તમે લીંબુને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને મૂકી શકો છો.

New Update
મહિના સુધી લીંબુને તાજા રાખવા છે?.. તો જાણો આ ટિપ્સ વિશે.... લીંબુ રહેશે એકદમ તાજા....

રસોડામાં અનેક રીતે લીંબુનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તમે લીંબુને લાંબા સમય સુધી રાખો છો તો તે બગડી જાય છે. ઘણા લોકોની એવી ફરિયાદો હોય છે કે લીંબુની બહારની છાલનો બદલાઈ જાય છે. જેના કારણે લીંબુનો રસ કડવો થઈ જાય છે. આના માટે ઘણા બધા નુસ્ખાઓ અજમાવવામાં આવતા હોય છે.તો જાણો એવી કેટલીક સિમ્પલ હેક્સ છે તમારા લીંબુને રાખશે મહિના સુધી તરો-તાજા...

1. લીંબુને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

લીંબુને સારા ને તાજા રાખવા માટે તમે લીંબુને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને મૂકી શકો છો. આ માટે તમે જયારે બજારમાથી લીંબુ લઈને આવો છો ત્યારે જ એરટાઈટ ડબ્બામાં ભરીને તેનું ઢાંકણ બંધ કરી દો. ત્યાર પછી તેને ફ્રીજમાં મૂકી દો. આમ કરવાથી લીંબુ તાજા રહેશે અને બગડશે પણ નહીં.

2. ઝિપ લોક બેગમાં સ્ટોર કરો.

લીંબુને મહિના સુધી સારા રાખવા માટે ઝિપ લોક બેગમાં લીંબુએ સ્ટોર કરી શકો છો. ઝિપ લોક બેગમાં તમે લીંબુને ભરીને બેગ પેક કરી દો છો તો તે બગાડતાં નથી. ઝિપ લોક બેગમાં લીંબુને ભરીને તેને ફ્રીજમાં મૂકી દો. ઝિપ લોક બેગ તમને સરળતાથી માર્કેટમાં મળી જશે. આમ કરવાથી લીંબુનો રસ કડવો પણ થતો નથી.

3. તેલની મદદ લો.

લીંબુને લાંબા ટાઈમ સુધી સારા રાખવા માટે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે જયારે લીંબુને બજારમાંથી લાવો પછી તેને ચોખા પાણીથી ધોઈને કાપડની મદદથી કોરા કરી લો. ત્યાર બાદ હાથમાં થોડું તેલ લાગવી લીંબુને હાથ વડે ઘસી લો. ત્યાર બાદ લીંબુને કાચની બરણીમાં પેક કરીને મૂકી દો. આમ કરવાથી લીંબુ ખરાબ નહિ થાય અને લાંબો સમય માટે ફ્રેશ રહેશે.

4. બ્રાઉન પેપરમાં લપેટી દો.

તમે લીંબુ પર બ્રાઉન પેપર લપેટીને પણ લીંબુને તાજા રાખી શકો છો. આ માટે તમે તાજા લીંબુ પર બ્રાઉન પેપર લગાવીને ફ્રીજમાં મૂકો દો. આમ કરવાથી લીંબુ બગડશે નહીં અને તાજા રહેશે.

Latest Stories