ભારતના લોકોને ચાની તલબ એટલે વાત ના પૂછો.. આપણાં દેશમાં પાણી પછી બીજું પીવાતું ડ્રિંક હોય તો એ છે ચા આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જેના દિવસની શરૂઆત એક કપ ચા ની પ્યાલીથી થાય છે. આપણે તેને ઘરમાં બનાવવાનું પસંદ કરીએ છીએ. કે જેથી મનગમતો સ્વાદ મળી શકે. ચામાં આદું, ઇલાયચી, કાળા મરી, અને તુલસી ફ્લેવાર માટે ઉમેરવામાં આવે છે. દૂધ અને ખાંડની ચા હદથી વધુ પીવી ખતરનાક સાબિત થઈ શકે છે. પણ જો તમે તેને બનાવતી વખતે ભૂલો કરો છો તો તે વધુ નુકશાનકારક સાબિત થઈ શકે છે.
ચા બનાવતી વખતે ના કરશો આ ભૂલો.......
1. ચા બનાવવી ઘણા લોકોનો શોખ હોય છે. પરંતુ આ દરમિયાન કેટલીક ભૂલો થતી હોય છે જે યોગ્ય નથી.
2. ઘણા લોકો પહેલા દૂધ ઊકાળે છે અને દૂધ બોઈલ થાય પછી તેમાં ચા પત્તી અને ખાંડ નાખે છે પરંતુ આ રીત ખોટી છે.
3. કેટલાક લોકોને કડક ચા પીવાની તલબ હોય છે. તેનામાં તે ચાને હદથી વધારે ઉકાળે છે જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.
4. જો ચા ના બધા ઇંગ્રીડિયન્ટસ એક સાથે મિક્સ કરીને બોઈલ કરો છો તો એસિડિટી થવાની શક્યતા વધી જાય છે.
5. જે લોકો ચા માં વધુ ખાંડ મિક્સ કરે છે. તેનું બ્લ્ગ સુગર વધી જાય છે ને આગળ જતાં તે મેદસ્વીતા અને ડાયાબિટીસનું કારણ બને છે.
ચા બનાવવાની સારી રીત જાણો
ચા બનાવવા માટે સૌથી પહેલા તમે બે વાસણ લો. એકમાં દૂધ ઉકાળો અને બીજામાં પાણી બોઈલ કરો. દૂધને વચ્ચે વચ્ચે ચમચીથી હલાવતા રહેવું. હવે ઉકળતા પાણીમાં ચા પત્તી અને ખાંડ મિક્સ કરો. સાથે જ પોતાના મનપસંદ મસાલા મિક્સ કરો. જ્યારે બંને વસ્તુ ઉક્ળયા બાદ દૂધ અને ચા પત્તી વાળા પાણીને મિક્સ કરો. તેને ફરીથી ઉકાળો. પછી ગેસ પરથી ઉતારીને કપમાં ગાળો. આ હતી ચા બનાવવાની સાચી રીત.