લગ્ન પ્રસંગમાં પીરસાતા એવા ટેસ્ટી સેવ રોલ તમે ઘરે જ બનાવી શકો છો. જાણો તેની રેસેપી.

લગ્ન પ્રસંગમાં તમે જમવા જાવ તો મોટાભાગે ફરસાણમાં તમને સેવ રોલ તો જોવા મળે જ છે. સેવ રોલ ટેસ્ટમાં સારા લાગે છે. જેથી સૌ કોઈને ભાવે છે.

New Update
લગ્ન પ્રસંગમાં પીરસાતા એવા ટેસ્ટી સેવ રોલ તમે ઘરે જ બનાવી શકો છો. જાણો તેની રેસેપી.

લગ્ન પ્રસંગમાં તમે જમવા જાવ તો મોટાભાગે ફરસાણમાં તમને સેવ રોલ તો જોવા મળે જ છે. સેવ રોલ ટેસ્ટમાં સારા લાગે છે. જેથી સૌ કોઈને ભાવે છે. આવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ સેવ રોલ તમે ઘરે પણ બનાવી શકો છો. તો જાણો તેની રેસેપી કેમ બનાવીશું સેવ રોલ

સેવ રોલ બનાવવાની સામગ્રી

4 નંગ બાફેલા બટાકા

1 ચમચી તેલ

1 નંગ ગાજર

1/2 કપ બાફેલા વટાણા

1 નંગ બીટ (નાની સાઈઝનું)

2 ચમચી કોર્ન ફ્લોર

2 ચમચી ક્રશ કરેલા લીલા મરચા

1 ચમચી આમચૂર પાઉડર

1 ચમચી ગરમ મસાલો સ્વાદાનુંસાર

મીઠું સ્વાદ અનુસાર

3 ચમચી સમારેલી કોથમીર

1 કપ સેવઈ તળવા માટે તેલ

2 ચમચી મેંદો

સેવ રોલ બનાવવાની રીત

સૌ પ્રથમ ગાજર અને બીટની છાલ કાઢી તેને છીણી લો. હવે તેમાથી બધુ પાણી કાઢી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં છીણેલું ગાજર, બીટ અને બાફેલા વટાણા નાખી એકથી બે મિનિટ સુધી તેને ચડવા દો. તે ચડી જાય પછી તેને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. ત્યાર બાદ કુકરમાં બટેકાને બાફી લો અને બાફેલા બટેકાની છાલ ઉતારી તેને પણ છીણી લો. જેથી તેમાં ગાંઠ ના રહી જાય. હવે તેમાં કોર્ન ફ્લોર, ક્રશ કરેલા લીલા મરચાં, આમચૂર પાવડર, ગરમ મસાલો, કોથમીર, અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ઉપરથી ગાજર, બીટ અને વટાણાનું મિશ્રણ ઉમેરી હળવા હાથે બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણના લંબગોળ રોલ વાળી લો અને તેને સાઈડ પર મૂકી રાખો. હવે એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું ઉમેરો.ત્યાર બાદ તેમાં થોડુથોડું પાણી ઉમેરતા જાવ અને પાતળી સ્લરી તૈયાર કરો. એક પ્લેટ માં સેવાઇ લઈને તેનો હાથની મદદથી સાવ જીણો ભૂકો કરી નાખો. હવે જે રોલ તૈયાર કર્યા છે તેને પહેલા મેંદાની સ્લરીમા ડીપ કરો ત્યાર બાદ સેવાઇમાં રગદોળી દો. હવે એક પેનમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઈ જાય પછી વારા ફરતી આ બધા રોલ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે ટેસ્ટી સેવ રોલ. તેને કેચપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Latest Stories