રિયા ચક્રવર્તીની સતત બીજીવાર મુંબઈ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી. કોર્ટ તરફથી રિયાને કોઇ રાહત ન મળી. રિયા 2 દિવસથી ભાયખલા જેલમાં બંધ છે અને આ ત્રીજા દિવસે પણ જેલમાં જ રહેશે.
કોર્ટે રિયા સહિત ૬ લોકોની જામીન અરજી નામંજૂર કરી છે. રિયાના બે દિવસ જેલમાં વિતી ચૂક્યા છે, જે દિવસે કોર્ટે નિર્ણય સંભળાવ્યો ત્યારથી રિયાને જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. રિયાના સેલ પાસે જ શીના બોરા હત્યાકાંતની આરોપી ઇન્દ્રાણી મુખર્જીનો સેલ છે.
એનસીબીની પૂછપરછમાં રિયા અને તેના ભાઇ શોવિકના ડ્રગ્સ પેડલર સાથે સંબંધો છે. બંને ભાઇ બહેન ડ્રગ્સ વેચતા પણ હતા. રિયાએ તે વાત નથી માની કે તે ડ્રગ્સનુ સેવન કરતી હતી. તે માત્ર સુશાંત માટે ડ્રગ્સ ખરીદતી હતી.