સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ખાતે હોમગાર્ડ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેવાકીય પ્રવૃત્તિના શપથ સાથે જવાનોએ લોકોને માસ્ક વિતરણ કર્યુ હતું. હિંમતનગર તાલુકાના ગાંભોઇ ખાતે શ્રી ગાંભોઈ હાયર સેકન્ડરી હાઇસ્કૂલના મેદાનમાં ગાંભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા સોમવાર તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. હોમગાર્ડના જવાનો દ્વારા સ્કૂલના ગ્રાઉન્ડમાં પરેડ યોજી ફરજ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવાના જવાનોએ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે હોમગાર્ડ ઓફિસર કમાન્ડન્ટ હિમતસિંહ બી. મકવાણા તથા પ્લાટુન સાર્જન્ટ સી.જી.નાયીની આગેવાની હેઠળ તેમજ તાલુકા સદસ્ય કુલદીપસિંહ રાઠોડની ઉપસ્થિતમાં હોમગાર્ડના જવાનો દ્વારા ગાંભોઈના જાહેર માર્ગો પર પથરાયેલ કચરાના ઢગને દૂર કરી સ્વચ્છતા અભિયાન સાથે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા : ગાંભોઈ ખાતે હોમગાર્ડ દિનની કરાય ભવ્ય ઉજવણી, લોકોને માસ્ક વિતરણ કરાયુ…
હોમગાર્ડના જવાનો દ્વારા સ્કૂલના ગ્રાઉન્ડમાં પરેડ યોજી ફરજ સાથે સેવાકીય પ્રવૃત્તિ કરવાના જવાનોએ શપથ લેવડાવ્યા
