ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના પુનર્ગઠન અંગે સત્તાવાર મીડિયા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અશોક મલ્હોત્રા અને જતિન પરંજપેની સદસ્યતા ધરાવતી ક્રિકેટ એડવાઈઝરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા બાદ પૂર્વ ભારતીય સ્પિનર રમેશ પવારને પસંદગી સમિતિના નવા સભ્ય તરીકે નિયુક્ત કરવાની સર્વાનુમતે ભલામણ કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટ મેચોની સીનિયોરિટીના આધારે પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા હવે મેન્સ સિલેક્શન કમિટીના નવા ચેરપર્સન તરીકે જવાબદારી સંભાળશે.

BCCIના નિવેદનમાં પૂર્વ ચેરમેન અજિત અગરકરના યોગદાનની ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. જુલાઈ 2023માં ચેરમેન બન્યા બાદ અગરકરના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક સફળતાઓ મેળવી હતી.