સાબરકાંઠા: શાળામાં થયો કોરોના વિસ્ફોટ, 39 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ

સાબરકાંઠા: શાળામાં થયો કોરોના વિસ્ફોટ, 39 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ
New Update

સાબરકાંઠાની એક શાળામાં જાણે કોરોના વિસ્ફોટ થયો છે. 40 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવાતા 39 વિદ્યાર્થીઓઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે

સાબરકાંઠા માં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી ઘટતી હતી જોકે ચૂંટણીના માહોલ બાદ

કોરોના વિસ્ફોટ સર્જાયો છે જે અંતર્ગત હિંમતનગર નજીક આવેલા સહયોગ કુષ્ઠ ટ્રસ્ટની શાળામાં  40 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ધોરણ ૬ થી ૧૦ ના 40 વિધાર્થીઓનો ટેસ્ટ કરાતા 39 વિધાર્થીઓનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે જ્યારે એક રક્તપિત મહિલાને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે જે અંતર્ગત ૨૦ વિધાર્થીની અને ૧૯ વિધાર્થીઓને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કોરોના પોઝેટિવ આવતા તંત્ર દોડતું થયું છે

#Corona Update #Sabarkantha #Sabarkantha Corona News #Connect Gujarat #Himatnagar #sabarkantha news #39 Student Corona Positive #school
Here are a few more articles:
Read the Next Article