સાબરકાંઠા : સુખડ ગામમાં યુવાનોએ બનાવ્યું ગુજરાતનું પ્રથમ દેશી જીમ, કસરતના દેશી સાધનોનો યુવાનો લઈ રહ્યા છે લાભ

સાબરકાંઠા : સુખડ ગામમાં યુવાનોએ બનાવ્યું ગુજરાતનું પ્રથમ દેશી જીમ, કસરતના દેશી સાધનોનો યુવાનો લઈ રહ્યા છે લાભ
New Update

હાલ મોટા શહેરોથી લઈને નાના શહેરોમાં યુવા-યુવતીઓમાં જીમ જવાનો ઘણો ક્રેઝ વધ્યો છે. જોકે મોટા શહેરોમાં અધ્યતન મશીનરી સાથેના ખર્ચવાળા જીમમાં યુવા-યુવતીઓ પોતાના શરીરની તન્દુરસ્તી માટે જતા હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સુખડ ગામે રહેતા 2 યુવાન સજપાલસિંહ ડાભી તથા નિલેસિંહ ડાભી દ્વારા પોલીસ અને આર્મીની પરીક્ષા આપવાની હોવાથી તેઓ પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે પ્રેક્ટિસ કરતા કરતા સુખડ ગામમાં જ દેશી જીમ ઊભું કર્યું છે. જેમાં બન્ને ભાઈઓએ યુટ્યુબના માધ્યમથી વિડીયો જોઇ હાઇફાઇ સાધનોને બદલે દેશી પદ્ધતિનો ઉપયોગ કરી દેશી જીમ ઊભું કર્યુ છે. આ દેશી જીમમાં આવતા યુવાનો પાસેથી કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. ગામના યુવાનો અને બાળકો સહિત બાજુમાં આવેલ અનેક ગામોમાંથી યુવાનો આ દેશી જીમનો લાભ લઈ રહ્યા છે.

સુખડ ગામે રહેતા આ બન્ને યુવાનોનો ધ્યેય માત્ર ગામના યુવાનોને હાઇફાઇ જીમની જેમ દેશી જીમમાં તમામ સુવિધા સહિત વિવિધ કસરતના સાધનો જાતે જ ઉભા કરવામા આવ્યા છે, ત્યારે હાલ તો શહેરોમાં રહેલ હાઇફાઇ જીમને પણ આ દેશી જીમ શરમાવે તેમ કહીએ તો પણ નવાઈ નહી. આ દેશી જીમને જોવા માટે અને ફિટનેસ માટે ઉત્સાહિત યુવાનો પણ અહી આવે છે, ત્યારે આ દેશી જીમનું નામ પણ બન્ને યુવાનોના નામ પરથી જ દેશી ફિટનેસ જીમ રાખવામાં આવ્યુ છે. આ દેશી જીમમાં રોપ ક્લાઇમ, બ્રેક વર્ડ આઉટ મશીન અને લાંબી કુદ સહિતના વિવિધ કસરતોના દેશી સાધનો બનાવવામાં આવ્યા છે, ત્યારે સરકાર દ્વારા આ પ્રકારના દેશી ફિટનેસ જીમને પ્રોત્સાહિત કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

#Gym equipment #Desi Gym #exercise #કસરત #sabarkantha news #Sukhad Village #Sabarkantha #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article