સાબરકાંઠા : ઉનાળાની ગરમીમાં પીવાના પાણી માટે દેશી માટલા બન્યા ફ્રિજ સમાન, આધુનિક યુગમાં પણ દેશી માટલાની માંગ વધુ

New Update
સાબરકાંઠા : ઉનાળાની ગરમીમાં પીવાના પાણી માટે દેશી માટલા બન્યા ફ્રિજ સમાન, આધુનિક યુગમાં પણ દેશી માટલાની માંગ વધુ

દર વર્ષે ઉનાળાની અસહ્ય ગરમી વેળા સાબરકાંઠા જીલ્લાનું ઇડર શહેર મોખરે છે, ત્યારે વડવાઓના વખતથી દેશી માટલાના વ્યવસાય સાથે જોડાયેલ પ્રજાપતિ પરિવારો આજના આધુનિક યુગમાં પણ દેશી માટલા બનાવી રહ્યા છે. પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવવામાં આવેલ આ દેશી માટલા ફ્રીજ સમાન બન્યા છે. કાચીમાટી માંથી બનેલા માટલા પ્રજાપતિ પરિવારો માટે આશીર્વાદરૂપ સમાન બન્યા છે.

ઉનાળાની શરૂઆતમાં જ આગ ઓકતી ગરમી સામે રક્ષણ મળી રહે તે માટે લોકોને ઠંડુ પીવાનું પાણી મેળવવા દેશી માટલા યાદ આવતા જ હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું લિલછા ગામ કે, જે ગામનું નામ લેતા જ કાચી માટીના દેશી માટલા યાદ આવે છે. આ ગામના 150 જેટલા પ્રજાપતિ પરિવારો આજના આધુનિક અને ટેકનોલોજી ભર્યા યુગમાં પણ પોતાના વડવાઓના વખથી ચાલી આવેલી પરંપરાને કાયમ રાખી છે. દેશી માટલા બનાવવા માટે દુર દુર તળાવોમાંથી કાળી માટી લાવવામાં આવે છે. માટી કામ સાથે સંકળાયેલ પ્રજાપતિ પરિવારો પોતાના ચાકડા પર સરસ મજાના નાના અને મોટા કાચા માટલા ગડે છે. કાચા માટલા ઘડાયા બાદ માટલાને ધગધગતા ભઠ્ઠામાં શેકવામાં આવે છે. જોકે આ માટલા ભઠ્ઠામાં શેકાયા બાદ તેને કલર એટેલે કે, રમજી લગાવવામાં આવે છે. ત્યારબાદ સરસ મજાના ઠંડા પીવાના માટલા

તૈયાર થાય છે. જે આજના આધુનિક યુગમાં ફ્રીજ કરતા પણ ઠંડા પાણીનું તાપમાન જાળવી રાખે છે. આ પાણી નારિયેળના પાણી જેવું જ મીઠું લાગે છે. જે અનેક લોકોની તરસ છીપાવે છે, ત્યારે હાલ તો આ દેશી માટલા પ્રજાપતિ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.

Latest Stories