સાબરકાંઠા : જાદુના શો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંજૂરી મળે તે માટે કરણ જાદુગરની સરકારને અપીલ

સાબરકાંઠા : જાદુના શો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંજૂરી મળે તે માટે કરણ જાદુગરની સરકારને અપીલ
New Update

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં જાદુગરના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોની આર્થિક હાલત કફોડી બની છે, ત્યારે જાદુના શો માટે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સરકાર દ્વારા મંજુરી મળે તેવો પ્રખ્યાત એવા કરણ જાદુગરે પોતાનો મત વ્યકત કર્યો હતો.

રાજ્યભરમાં કોરોના મહામારી શરુ થયા બાદ સિનેમાગૃહો, મલ્ટીપ્લેક્ષ થીયટરો, બેન્ડવાજા સહિત જાદુના શો ઉપર પ્રતિબંધ આવી ગયો હતો. જોકે કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારની ગાઇડલાઇન મુજબ 50 ટકાની ક્ષમતા સાથે સિનેમાગૃહ સહિતના મનોરંજન ક્ષેત્રોને શરૂ કરવા પરવાનગી મળી હતી. પરંતુ હવે જ્યારે ફરી કોરોનાનું સંક્રમણ વધવા માંડ્યુ છે. જેના પગલે સરકારે આ બધા વ્યવસાયોને પુનઃ બંધ કરવાની સુચનાઓ બહાર પાડી છે, ત્યારે જાદુના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારો અને આ વ્યવસાય ઉપર નભતા પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બનવા માંડી છે. જાદુ કલાના વ્યવસાયમાં જાદુગરને મોટું રોકાણ કરવું પડતું હોય છે, અને ઘણા પરિવારો આ વ્યવસાય ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગની શરતોના પાલન સાથે જાદુનો શો યથાવત રાખવા માટે હિંમતનગરના સુવિખ્યાત કરણ જાદુગરે માંગ કરી છે.

#Sabarkantha #Covid 19 #sabarkantha news #Magician
Here are a few more articles:
Read the Next Article