સાબરકાંઠા : મગફળીના પાકમાં આવી “સફેદ ફૂગ”, ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો આવ્યો વારો

New Update
સાબરકાંઠા : મગફળીના પાકમાં આવી “સફેદ ફૂગ”, ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો આવ્યો વારો

સાબરકાંઠા જીલ્લામાં અતિભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે મગફળીના પાકમાં વરસાદ બાદ સફેદ ફૂગ આવી જતા સમગ્ર પાક નષ્ઠ થવાના આરે છે. જોકે ખેતીવાડી વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતો દ્વારા સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવે છે. જોકે આ વર્ષે વરસાદ વહેલો આવવાના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર શરૂ કરી દીધુ હતું, ત્યારે વરસાદ પાછો ખેચાતા ખેડૂતોનો પાક મુરઝાવા લાગ્યો હતો. સમગ્ર જીલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતોના પાકને જીવનદાન પણ મળ્યુ હતુ. પરંતુ અતિભારે વરસાદ વરસવાથી ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના કારણે મગફળીમાં સફેદ ફૂગ આવી જતાં ખેડૂતોને ભારે નુકશાન થયુ છે.

જોકે મગફળીની ખેતીમાં સફેદ ફૂગ આવવાથી પાકનો વિકાસ અટકી જાય છે, અને મગફળીના દાણા પણ છૂટા પડી જાય છે. આ ફૂગ મૂળિયામાં જ કોહવાટ કરી દે છે જેના કારણે ખેતીમાં અંદાજે 30 ટકાથી વધુ નુકશાન થયુ છે, ત્યારે જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સીસ્ટમેટીક ફંગીસાઈડ દવાઓનો છંટકાવ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Latest Stories