New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/29120703/vc-1.jpg)
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરો એક જ રાત્રિમાં 4 મકાનોના તાળાં તોડી આશરે 1.10.000 કિંમતની રોકડ રકમ તથા 5 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા
હતા.
પ્રાંતિજ નાની ભાગોળ પટેલ વાસ ખાતે ભરચક વિસ્તારમાં
રાત્રીના સમયે 4 બંધ મકાનના તાળાં
તોડી મકાનમાં પ્રવેશ કરી તસ્કરોએ મકાનની અંદર રહેલ
સરસામાન અસ્તવ્યસ્ત કરી તિજોરીમાં રહેલ
સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી જાણે પ્રાંતિજ પોલીસને ચેલેન્જ આપી હોય તેવું લાગી રહ્યું છે. પટેલ વાસમાં રહેતાં નરેન્દ્ર પંડ્યા, ગોરધન પટેલ, રહીબેન પટેલ, નવનીત પટેલ તથા ગોપાલભાઇના મકાનમાંથી ચોરી થતાં પ્રાંતિજ
પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજ પોલીસ
તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Latest Stories