સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ અવરઓન હાઇસ્કુલ ખાતે UGVCL કંપની દ્વારા “ઉર્જા બચત સપ્તાહ” ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિંમતનગર વર્તુળ કચેરીના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ મુકામે UGVCL કંપની દ્વારા અવરઓન હાઇસ્કુલ કેમ્પસમાં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 170 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વીજ બચત અને સૌર ઉર્જાને લગતા સુંદર ચિત્રો દોરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બાળકોને અભિનંદન પાઠવાયા હતા. આ પ્રસંગે પ્રાંતિજ UGVCLના નાયબ ઇજનેર એસ.એમ.યાદવે વીજ બચત અને સૌર ઉર્જા અંતર્ગત વિસ્તૃત માહિતી આપી હતી. શાળાના આચાર્ય પરેશ પરમાર અને રેખાગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ ચિત્ર શિક્ષક નિમેષ સુથારે પણ કાર્યક્રમને સુંદર સહયોગ આપ્યો હતો.
