સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ નાનીબોખમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળતા મચી ચકચાર

New Update
સાબરકાંઠા : પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ નાનીબોખમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળતા મચી ચકચાર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ નાનીબોખમાંથી કોઇ અજાણ્યા ઇસમની મૃત હાલતમાં પાણીમાંથી મળી આવી લાશ.

publive-image


પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ નાનીબોખમાંથી આજ રોજ સવારે અંદાજે ૫૨ વર્ષના ઇસમની પાણીમાં તરતી લાશ દેખાતા લોકો બોખ પાસે દોડી આવ્યા હતાં. કમાલપુર સરપંચ દ્વારા પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતાં પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ ફાયર ટીમના મુકેશભાઇ પરમાર તથા ગોપાલભાઈ પટેલ દોડી આવ્યા હતાં. અને પાણીમાં રહેલ લાશને બહાર કાઢવામાં આવી હતી. મૃતકની ઓળખ ન થતા તે ને પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ સિવિલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories