સાબરકાંઠા: વડાલીમાં મૃતક શિક્ષિકાની મિલકત હડપ કરવા નોકરે બનાવ્યો પ્લાન, જુઓ શું છે મામલો

New Update
સાબરકાંઠા: વડાલીમાં મૃતક શિક્ષિકાની મિલકત હડપ કરવા નોકરે બનાવ્યો પ્લાન, જુઓ શું છે મામલો

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે વડાલીમાં મૃતક શિક્ષિકાની મિલકત હડપ કરવાનું કાવતરું રચનાર ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે મૃતક શિક્ષિકાની મિલકત હડપવા ઘરકામ કરતાં નોકર અને નોકરાણીએ ખોટું વસિયતનામું બનાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પાલક પુત્ર દિલીપભાઈ સગરે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ મૃતક ગીતાબેન ભીખાભાઇ સગર છૂટાછેડા લીધેલ નિઃસંતાન હોઈ પોતાની બહેનના દીકરા દિલીપભાઈને દત્તક પુત્ર તરીકે રાખેલ હતા. ગીતાબેન શિક્ષિકા તરીકે નિવૃત થઈ સામાજિક કાર્યકર તરીકે સેવાઓ આપતા હતા. તેમના ઘરે ઘરકામ કરતા જ્યોત્સના પ્રજાપતિ અને તેમના પતિ ધુળા પ્રજાપતિ તેમની સાથે રહેતા હતા તે અરસામાં ગીતાબેનની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેઓનું થોડા દિવસ બાદ મોત નીપજ્યું હતું.

તેમના મોત બાદ તેમના પાલક પુત્ર દિલીપભાઈ વડાલી નગરપાલિકામા મિલકતમાં નામ દાખલ કરવા જતાં તેમની મૃતક માસી ગીતાબેન સગરે જ્યોત્સના પ્રજાપતિ સહિત ત્રણના નામે વસિયતનામું કરી આપ્યું હોવાનું બહાર આવતા વસિયતનામાની અમદાવાદ વેજલપુર કોર્ટ અને હેન્ડ રાઇટિંગ એક્સપર્ટ પાસે ખરાઈ કરાવતા વસિયતનામું ખોટું હોવાની વિગતો સામે આવી હતી. વસિયતનામામાં કરેલી ગીતાબેન સગરની સહી પણ ખોટી હોવાનું માલુમ થતા ચાર ઈસમોએ મિલકત હડપ કરવાનો કારસો રચ્યો હોવાનું જણાતા વડાલી પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories