અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે પર આવેલા કોમ્પ્લેક્સમાં દુકાનની છત અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. છત ધરાશાયી થતાં દુકાનમાં કાટમાળ ફેલાઈ ગયો હતો.સદનસીબે, ઘટના સમયે નજીકમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

ઘટનાની જાણ થતાં જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ચોમાસાની ઋતુમાં જર્જરિત ઇમારતો જોખમી સાબિત થઈ રહી છે. ત્યારે અંકલેશ્વરમાં આવી જર્જરિત ઇમારતોનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
