ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી

અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા

3 અલગ અલગ સ્થળોએ દરોડા

ગાંજો અને એમ.ડી.ડ્રગસનો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક જ સપ્તાહમાં ત્રણ સ્થળોએ દરોડા પાડી ગાંજો મેફેડ્રોન ડ્રગસ  તેમજ વિમલ મુનકકા વટીનો જથ્થો ઝડપી પાડી નશા મુક્ત ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યું છે.

અંકલેશ્વરમાં  નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે SOG દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન SOGએ અંકલેશ્વરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટીની ગોળીઓ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

પોલીસે  અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કા વટીની ગોળીઓ જપ્ત કરી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDCના તોરલ એપાર્ટમેન્ટ ખાતે કાર્યવાહી કરીને 1 કિલોગ્રામ ગાંજો અને 12 ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડવામાં આવ્યું હતું. જ્યારે તાજેતરમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી વધુ 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.ત્રણેય કેસમાં પોલીસે NDPS Act હેઠળ ગુના નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ઝડપાયેલા આરોપીઓની ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી તેમજ નશાકારક પદાર્થોના સપ્લાય ચેઇન અંગે પણ તપાસ ચાલી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ, યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખવાના હેતુથી ચાલી રહેલા ‘નશા મુક્ત યુવા’ અભિયાનને ધ્યાનમાં રાખી જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.