આજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો શરુ

આજથી 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો શરુ
New Update

આ તહેવારની સિઝનમાં ભારતીય રેલવેએ પ્રવાસીઓ માટે સારા સમાચાર છે.  રેલવેએ આજ વધારે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે આજથી 392 વિશેષ રેલવે ટ્રેન ચલાવવામાં આવશે.આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. સામાન્ય ટ્રેનો કરતા 30 ટકા વધારે ભાડુ વસૂલવામાં આવશે

પશ્ચિમ રેલવેના જણાવ્યા પ્રમાણે  392 સ્પેશિયલ ટ્રેનમાં 5 જોડી બ્રાંદા ટર્મિનસથી, 2-2 જોડી ઈન્દોર અને ઉધનાથી ચલાવવામાં આવશે. ત્યારે 1-1 જોડી ઓખા, પોરબંદર અને ગાંધીધામ સ્ટેશનોથી ચાલશે. રેલવેના જણાવ્યાનુંસાર આ તમામ ટ્રેનો આરક્ષિત રહેશે.

રેલવે દ્વારા તમામ સ્પેશિયલ ટ્રેનોનું વિશેષ ભાડુ વસૂલવામાં આવશે. અને  આનું બુકિંગ 20 ઓક્ટોબરથી આજથી 22 ઓક્ટોબરની વચ્ચે કરી શકાય છે. જોકે પ્રવાસીઓને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજીયાત છે.

રેલવેએ જાહેર કર્યુ છે કે દુર્ગાપુજા, દશેરા, દિવાળી અને છઠને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર અને નવેમ્બરની વચ્ચે રેલવેએ 392 તહેવાર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 20 ઓક્ટોબરથી 30નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. વિશેષ ટ્રેન કોલકત્તા, પટના, વારાણસી, લખનૌઉ જેવા શહેરો માટે ચલાવવામાં આવશે.

રેલવે  ટ્રેનોનું ભાડુ સામાન્ય ટ્રેનો કરતા વધારે વસૂલશે. આ સ્પેશિયલ ટ્રેનોનું ભાડું સામાન્ય ટ્રેન કરતા 30 ટકા વધારે રહેશે. રેલવે રોજની 12 હજાર ટ્રેન ચલાવી રહ્યું છે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી ધીરે ધીરે ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. જોકે તમામે કોરોનાને લગતા સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. નહીંતર સજા થઈ શકે છે.

#Western Railway #special train #Indian Railway #Connect Gujarat News #festival special train
Here are a few more articles:
Read the Next Article