/connect-gujarat/media/post_banners/60b0bf16a7bd71bd3d469ecf7d99857763afc6764dfa2520cb17088522de0962.webp)
પાકિસ્તાનમાં સેનાને તમામ સમસ્યાઓની દવા માનવામાં આવે છે. પાક ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ સુપર લીગ દરમિયાન મોટા શૉટ્સના ફટકારી શકવા બદલ ખેલાડીઓને આડેહાથ લીધા હતા. ડ્રેસિંગ રૂમમાં તેમણે ખેલાડીઓને કહ્યું મારે તમારી ફિટનેસમાં સુધારો કરવો છે. આ પછી નકવીએ સુપર લીગ સમાપ્ત થતાંની સાથે જ પાક ક્રિકેટરોને 14 દિવસની તાલીમ માટે કાકુલની પાક મિલિટરી એકેડમીમાં મોકલ્યા.પર્વતો પર ચઢાણ અને પથ્થર ઉપાડવા જેવી કઠોર તાલીમ આપવામાં આવી રહી છે. આ લશ્કરી તાલીમ દરમિયાન પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન, આઝમ ખાન અને ઈરફાન નિયાઝી ઈજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને ન્યૂઝીલેન્ડ સામેની ઘરઆંગણેની સીરિઝમાં બહાર બેસવું પડ્યું હતું. હવે 2 જૂનથી શરૂ થનારી ટી-20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સીરિઝ રમવા પર પણ સવાલ ઊભા થયા છે.