New Update
/connect-gujarat/media/media_files/2024/12/20/8enz9AGZ2SGeAuuNl9P6.jpeg)
images (16) Photograph: (images (16))
મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) એ વિશ્વના શાનદાર સ્ટેડિયમોમાંના એક વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.MCAના પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે 19 જાન્યુઆરીએ યોજાનારા શોમાં મુંબઈના ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો એકસાથે જોવા મળશે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકારો અવધૂત ગુપ્તે અને અજય-અતુલ પરફોર્મ કરશે. બાદમાં લેસર શો પણ યોજાશે.
વાનખેડે સ્ટેડિયમમાં વિજય મર્ચન્ટ, સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ મુંબઈ ક્રિકેટરોના નામ પર સ્ટેન્ડ પણ છે.સ્ટેડિયમની પ્રથમ મેચ જાન્યુઆરી 1975માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેદાનમાં જ 2011માં ભારતે શ્રીલંકાને હરાવીને વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. 2013માં સચિન તેંડુલકરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી.
Latest Stories