ઈંગ્લેન્ડને હરાવીને ભારતને મોટો ફાયદો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં આ સ્થાને પહોંચી.!

ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 106 રનથી હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી.

New Update
ઈંગ્લેન્ડને હરાવીને ભારતને મોટો ફાયદો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં આ સ્થાને પહોંચી.!

ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (IND vs ENG) ને 106 રનથી હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી. બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 309 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા ઈંગ્લિશ ટીમ રમતના ચોથા દિવસે 292 રનમાં સમેટાઈ ગઈ હતી.

આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતને મોટો ફાયદો થયો છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ પાંચમા સ્થાનેથી સીધી બીજા સ્થાને પહોંચી ગઈ છે.

બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ, ટીમ ઈન્ડિયાને WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો. આ જીત બાદ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. ભારત પાંચમા સ્થાનેથી સીધા બીજા સ્થાને પહોંચી ગયું છે.

ભારતની જીતની ટકાવારી હવે 52.77 છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના ચક્રમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ 6 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 3માં જીત મેળવી છે, જ્યારે 2 મેચ હારી છે અને એક મેચ ડ્રો રહી છે.

Latest Stories