વર્લ્ડ કપ 2023 એ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે. જેની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા પાંચ વખત જ્યારે ભારતે બે વખત ટ્રોફી જીતી છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત 1975માં થઈ હતી. ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત રમ્યો હતો. ટૂર્નામેન્ટના 48 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ વર્લ્ડ કપમાં ખરાબ શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયાએ ફરી પોતાની લય મેળવી લીધી છે. તેણે સતત આઠ મેચ જીતી છે. સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સફર
વર્ષ |
સ્થળ |
1975 |
રનર અપ |
1979 |
જૂથ તબક્કામાંથી બહાર |
1983 |
જૂથ તબક્કામાંથી બહાર |
1987 |
વિજેતા |
1992 |
રાઉન્ડ-રોબિન સ્ટેજ |
1996 |
રનર અપ |
1999 |
વિજેતા |
2003 |
વિજેતા |
2007 |
વિજેતા |
2011 |
ક્વાર્ટર ફાઈનલ |
2015 |
વિજેતા |
2019 |
સેમી ફાઈનલ |
2023 |
ફાઇનલ |
ઓસ્ટ્રેલિયાની ટીમ 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયા વિશ્વ કપની ફાઈનલ મેચ સતત ત્રણ વખત જીતનારી પ્રથમ ટીમ છે. ઓસ્ટ્રેલિયા એલન બોર્ડર, સ્ટીવ વો, રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્કની કપ્તાનીમાં બે વખત ટીમ ચેમ્પિયન બની છે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે આવી ચૂક્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ભારત માટે હવે એ હારનો બદલો લેવાની સુવર્ણ તક છે.