વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાના પ્રદર્શન પર એક નજર, અત્યાર સુધી પાંચ વખત બની ચૂક્યું છે ચેમ્પિયન

વર્લ્ડ કપ 2023 એ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે. જેની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાના પ્રદર્શન પર એક નજર, અત્યાર સુધી પાંચ વખત બની ચૂક્યું છે ચેમ્પિયન
New Update

વર્લ્ડ કપ 2023 એ ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપની 13મી આવૃત્તિ છે. જેની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા પાંચ વખત જ્યારે ભારતે બે વખત ટ્રોફી જીતી છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની શરૂઆત 1975માં થઈ હતી. ઈંગ્લેન્ડમાં પ્રથમ વખત રમ્યો હતો. ટૂર્નામેન્ટના 48 વર્ષના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સૌથી સફળ ટીમોમાંથી એક છે. આ વર્લ્ડ કપમાં ખરાબ શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયાએ ફરી પોતાની લય મેળવી લીધી છે. તેણે સતત આઠ મેચ જીતી છે. સેમી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સફર 

વર્ષ

સ્થળ

1975

 રનર અપ

1979 

જૂથ તબક્કામાંથી બહાર

1983 

જૂથ તબક્કામાંથી બહાર 

1987 

વિજેતા

1992 

રાઉન્ડ-રોબિન સ્ટેજ

1996 

રનર અપ

1999 

વિજેતા

2003

 વિજેતા

2007

 વિજેતા

2011

 ક્વાર્ટર ફાઈનલ

2015 

વિજેતા

2019 

સેમી ફાઈનલ

2023 

ફાઇનલ

ઓસ્ટ્રેલિયાની ટીમ 1987, 1999, 2003, 2007 અને 2015માં વર્લ્ડ કપ જીતી ચૂકી છે. ઓસ્ટ્રેલિયા વિશ્વ કપની ફાઈનલ મેચ સતત ત્રણ વખત જીતનારી પ્રથમ ટીમ છે. ઓસ્ટ્રેલિયા એલન બોર્ડર, સ્ટીવ વો, રિકી પોન્ટિંગ અને માઈકલ ક્લાર્કની કપ્તાનીમાં બે વખત ટીમ ચેમ્પિયન બની છે.

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં સામસામે આવી ચૂક્યા છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું. ભારત માટે હવે એ હારનો બદલો લેવાની સુવર્ણ તક છે.

#CGNews #World #Final Match #Australia #champions #World Cup #World Cup history
Here are a few more articles:
Read the Next Article