Connect Gujarat
સ્પોર્ટ્સ

એક મહિના પછી વિરાટ કોહલીને યાદ આવી ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ, કહ્યું- તે સાંજ હું ક્યારેય નહીં ભૂલીશ..!

T20 વર્લ્ડ કપ સમાપ્ત થયાને 15 દિવસથી વધુ સમય વીતી ગયો છે. 22 ઓક્ટોબરથી શરૂ થયેલો T20 વર્લ્ડ કપ 13 નવેમ્બરે સમાપ્ત થયો હતો.

એક મહિના પછી વિરાટ કોહલીને યાદ આવી ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ, કહ્યું- તે સાંજ હું ક્યારેય નહીં ભૂલીશ..!
X

T20 વર્લ્ડ કપ સમાપ્ત થયાને 15 દિવસથી વધુ સમય વીતી ગયો છે. 22 ઓક્ટોબરથી શરૂ થયેલો T20 વર્લ્ડ કપ 13 નવેમ્બરે સમાપ્ત થયો હતો. ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને T20માં બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ ટૂર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી ભારતીય ટીમને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે પરાજય મળ્યો હતો. જોકે, સુપર-12ના ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ભારતે પાંચમાંથી ચાર મેચ જીતી હતી અને મહત્તમ આઠ પોઈન્ટ સાથે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું.

ભારતે સુપર-12 રાઉન્ડમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. આ સાથે જ ભારતને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરી હતી. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ હતી અને હવે એક મહિના પછી વિરાટ કોહલીને આ મેચ યાદ આવી ગઈ છે. પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી અને એકલા હાથે ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.


આ મેચને યાદ કરીને કોહલીએ સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- 23 ઓક્ટોબર 2022 મારા દિલમાં હંમેશા ખાસ રહેશે. ક્રિકેટની રમતમાં આટલી ઉર્જા આ પહેલા ક્યારેય અનુભવાઈ નથી. કેટલી સુંદર સાંજ હતી. કોહલીએ મેલબોર્નમાં લગભગ 90,000 દર્શકોની સામે 53 બોલમાં 82 રનની અણનમ ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને જીતાડીને જ પેવેલિયન પરત ફર્યો. આ ખાસ ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. પ્લેયર ઓફ ધ મન્થ પણ બન્યો હતો.

Next Story