New Update
/connect-gujarat/media/post_banners/2ac2aeb048ea620cd46b072c096a6fb615ca2bdde7271493afb97e4e5061e4ac.webp)
WWE ચેમ્પિયન દલીપ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલીને એક પુત્રનો જન્મ થયો છે, જેણે રેસલિંગમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમની પત્ની હરપિન્દર કૌરે અમેરિકામાં પુત્રને જન્મ આપ્યો હતો.
ખલીએ હોસ્પિટલનો વીડિયો પણ શેર કર્યો છે. વિડીયોમાં તે પોતાના પુત્રને ખોળામાં લઈ પ્રેમથી સ્નેહ આપતો જોવા મળ્યો હતો. વીડિયોમાં ખલી તેના પુત્રને કહી રહ્યો છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તમને જણાવી દઈએ કે તેમના પુત્ર પહેલા ખલીને એક પુત્રી પણ છે. ખલીએ પોતાના પુત્રને અમૂલ્ય હીરો કહીને ખુશી વ્યક્ત કરી હતી.