આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આઈપીએલ2024ની આ 12મી મેચ રોમાંચક હશે કારણ કે, બંન્ને 2જી જીત મેળવવાનો પ્રયાસ કરશે. ગુજરાત અને હૈદરાબાદે એક એક મેચ જીતી લીધી છે. આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન ચોથા અને ગુજરાત આઠમાં સ્થાન પર છે.
ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે અત્યારસુધી કુલ 3 મેચ રમાય છે. જેમાં હૈદરાબાદે 1 અને ગુજરાતે 2 મેચ જીતી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ગુજરાત ટાઈટન્સે આ સીઝનમાં અત્યારસુધીમાં 2-2 મેચ રમી છે અને બંન્ને ટીમોએ એકમાં જીત અને એકમાં હાર મળી છે.ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની 12મી મેચ 31 માર્ચ એટલે કે, રવિવારે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બપોરના 3: 30 કલાકે મેચ રમાશે. ટોસ બપોરના 3:00 શરુ થશે.