ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી થયો બહાર

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે

New Update
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી થયો બહાર

ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે બ્રેક પર હતો. પરંતુ એક રિપોર્ટ અનુસાર, તે હજુ સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જાડેજા ઘૂંટણની ઈજાને કારણે ટીમની બહાર હતો. સપ્ટેમ્બરમાં તેની સર્જરી કરવામાં આવી હતી. જાડેજાના સ્થાને શાહબાઝ અહેમદને તક આપવામાં આવી શકે છે. જો કે, આ અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

ESPN ક્રિકઇન્ફોના એક સમાચાર અનુસાર, જાડેજા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તે હજુ સુધી એકદમ ફિટ થયો નથી. ટેસ્ટ શ્રેણી માટે જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેમાં તેના રમવા પર પણ શંકા છે. જો જાડેજા ફિટ નથી તો તેના સ્થાને ઉત્તર પ્રદેશના સ્પિન બોલર સૌરભ કુમારને ટેસ્ટ મેચ માટે તક આપવામાં આવી શકે છે. પરંતુ બીસીસીઆઈએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

Latest Stories