અનંત અંબાણી અને રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની, બૉલીવુડના ઘણા સ્ટાર ઇટલી જવા રવાના

New Update
અનંત અંબાણી અને રાધિકાની બીજી પ્રી વેડિંગ સેરેમની, બૉલીવુડના ઘણા સ્ટાર ઇટલી જવા રવાના

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની 28 મેથી 30 મે વચ્ચે થશે. ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના સમુદ્રમાં ક્રુઝ પર મુસાફરી કરતી વખતે આ સેરેમનીનું આયોજન કરવામાં આવશે.આ ફંક્શનમાં હાજરી આપવા માટે ઘણા બોલિવૂડ સેલેબ્સ મુંબઈથી રવાના થઈ ગયા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગઈકાલે સાંજે મુંબઈ એરપોર્ટ પર પુત્રી રાહા સાથે જોવા મળ્યા હતા. આ સિવાય સુપરસ્ટાર સલમાન ખાન, તેનો ભત્રીજો નિર્વાણ ખાન, નિર્દેશક અયાન મુખર્જી, રણવીર સિંહ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમના આખા પરિવાર સાથે કલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.આ સિવાય અનિલ અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ ઈટાલી જવા રવાના થઈ ગયા છે. બીજી પ્રી-વેડિંગ સેરેમની જે ક્રૂઝ પર થશે તેનું નામ 'સેલિબ્રિટી એસેન્ટ' છે. તે માલ્ટામાં બનાવવામાં આવી છે. તે 28 મેના રોજ ઇટાલીના પાલેર્મો પોર્ટથી રવાના થશે અને 4380 કિલોમીટરની મુસાફરી કરીને દક્ષિણ ફ્રાન્સ પહોંચશે.

Latest Stories