New Update
/connect-gujarat/media/media_files/2025/04/04/wPjsFuTRvzn8hjG3IDgq.jpg)
અંકલેશ્વરના જૂની દિવી ગામે ભરૂચ-નર્મદા કાછીયા પટેલ સમાજ દ્વારા કાછીયા પટેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ-નર્મદા કાછીયા પટેલ સમાજના યુવાનોમાં એકતા રહે તે માટે છેલ્લા ચાર વર્ષથી કાછીયા પટેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/04/04/qElyRdqkzrLphEORURRJ.jpg)
જે બાદ આજરોજ 5મી સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના જૂની દિવી ગામમાં આવેલ રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કાછીયા પટેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજના આગેવાનો અને યુવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories