/connect-gujarat/media/post_banners/c1211c8e6914cc86a8a1aa34f20adfd462b7af952a6dba8b42299d168ba4bfcb.jpg)
સૌરાષ્ટ્ર આહીર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
અંકલેશ્વરમાં આયોજન કરવામાં આવ્યું
સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
દ્વારકાધીશ ઇલેવન ટીમ વિજેતા બની
વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યુ
અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજ દ્વારા યોજાયેલ કિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકાધીશ ઇલેવન ટીમ વિજેતા બની હતી સૌરાષ્ટ્ર આહિર સમાજ કે જેઓ વ્યવસાય અર્થે ભરૂચ અંકલેશ્વર આવી પોતાના વ્યવસાય કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાન એકબીજાથી પરિચિત થાય અને વિશેષ સમાજના પ્રમુખ સાજન આહીર દ્વારા ૩૧ ડિસેમ્બરના રોજ યુવાનો સમાજ સાથે રહે તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યું છે
અને આ કિકેટ ટુર્નામેન્ટની આ ત્રીજી સિઝનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય અને સમાજ સંગઠિત બને સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે અને શિક્ષણમાં વધુ રસ ધરાવે એવા ઉંડા આશયથી આ કિકેટ ટુર્નામેન્ટની ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મનસુખવસાવા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, ભાજપ પ્રમુખ મારુતિસિહ અટોદરીયા,મહામંત્રી નિરલ પટેલ,સમાજના પ્રમુખ સાજન આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા