/connect-gujarat/media/post_banners/3f63fab38466da560f6736ff44e3d6e75b186dd2a2ba5509f399a7457a66a749.webp)
ગુરૂવારે રાત્રે IPL 2023ની 65મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સેન્ચુરી માર્યા બાદ વિરાટ કોહલીએ મેહફિલ લૂટી લીધી.197 રનોના લક્ષ્યનો પીછો કરતા કિંગ કોહલીએ પોતાના આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી મારી. તેમની આ શાનદાર ઈનિંગના દમ પર આરસીબી આ મેચ 8 વિકેટથી જીતવામાં સફળ રહી અને ટીમના પ્લેઓફમાં પહોંચવાની આશા પણ કાયમ રહી.RCBનો આ સ્ટાર ખેલાડી મોટાભાગે પોતાની સફળતાનો શ્રેય પોતાની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને આપે છે. ગુરૂવારે રાત્રે પણ તેને ઝલક જોવા મળી.SRH Vs RCB મેચ બાદ વિરાટ કોહલીએ મેદાનથી જ પત્ની અનુષ્કા શર્માને વીડિયો કોલ કર્યો. આ સુંદર ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ અને હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીની સેન્ચુરી પર અનુષ્કા શર્માનું રિએક્શન પણ ખૂબ ચર્ચામાં છે. અનુષ્કાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર કોહલીને સેન્ચુરીની શુભકામનાઓ આપી. તે સમયે તેમણે વિરાટ કોહલીને BOMB પણ જણાવ્યા.
/connect-gujarat/media/media_files/2025/07/03/gil-2025-07-03-22-14-01.jpg)