Connect Gujarat
સ્પોર્ટ્સ

Asian Women's T20 2023 : ભારતે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, વરસાદે મલેશિયાની આશાઓ પર ફેરવ્યું પાણી.!

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સની સેમિફાઇનલ માટે પોતાની ટિકિટ બુક કરી લીધી છે.

Asian Womens T20 2023 : ભારતે એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, વરસાદે મલેશિયાની આશાઓ પર ફેરવ્યું પાણી.!
X

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સની સેમિફાઇનલ માટે પોતાની ટિકિટ બુક કરી લીધી છે. ભારત અને મલેશિયા વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે.

ભારતે ઉચ્ચ રેન્કિંગ સાથે જીત મેળવીને એશિયન ગેમ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મેચની શરૂઆતમાં વરસાદે દસ્તક આપી હતી, જેના કારણે મેચ 15 ઓવરની રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા હતા.

જવાબમાં મલેશિયાની ઇનિંગમાં માત્ર બે બોલ જ રમી હતી અને ત્યાર બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. લાંબી રાહ જોયા બાદ અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.

Next Story