AUS vs WI : વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી, ઘાતક બોલર બનશે વાઇસ કેપ્ટન..!

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સામે 17 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

New Update

આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25નો ભાગ છે. ક્રેગ બ્રેથવેટને ફરી એકવાર શ્રેણીમાં કેપ્ટનશિપ કરવાની તક મળી છે. તેમજ ઘાતક બોલર અલઝારી જોસેફને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 30 ડિસેમ્બર એટલે કે શનિવારે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી.

આ શ્રેણીમાં કેટલાક નવા ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બેટ્સમેન ઝાચેરી મેકકાસ્કી, વિકેટકીપર ટેવિન ઇમલાચ, ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ, કેવેમ હોજ અને કેવિન સિંકલેર, ઝડપી બોલર અકીમ જોર્ડન અને શમર જોસેફ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કરશે.

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ-

ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), અલઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન), ટાગનરીન ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, એલિક એથેનાઝ, કેવમ હોજ, જસ્ટિન ગ્રીવ્સ, જોશુઆ ડી સિલ્વા, અકીમ જોર્ડન, ગુડાકેશ મોતી, કેમાર રોચ, કેવિન સિંકલેર, શામર જોર્ફ, શામિયા, કેવિન જોર્ડન અને ઝાચેરી મેકકાસ્કી

Latest Stories