ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના લેફ્ટ હેન્ડેડ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે વોર્નરે નિવૃત્તિની જાહેરાત કરી છે.

Australia opener David Warner has retired from international cricket
New Update

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના લેફ્ટ હેન્ડેડ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપ 2024ના અંત સાથે વોર્નરે નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સોમવારે ભારત સામે 24 રને હારી ગયું હતું, ત્યાર બાદ મંગળવારે અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

આ સાથે ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડ કપ 2024માંથી બાકાત રાખવામાં આવ્યું હતું.અફઘાનિસ્તાનની જીત અને T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થયા બાદ તરત જ આ ખતરનાક ઓસ્ટ્રેલિયન બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. વોર્નર ડેવિડે તેની 15 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આણ્યો છે. ODI વર્લ્ડ કપ 2023માં તેણે તેની છેલ્લી ODI મેચ રમી હતી. આ પછી, તેણે જાન્યુઆરી 2024 માં પાકિસ્તાન સામે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે તેણે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે તેની ટી20 કારકિર્દીની છેલ્લી મેચ પણ રમી છે.

#ઓસ્ટ્રેલિયા #નિવૃત્તિ #ડેવિડ વોર્નર
Here are a few more articles:
Read the Next Article