New Update
/connect-gujarat/media/media_files/2025/03/07/smUPxqQMA98VLOT1EbPE.jpg)
બાંગ્લાદેશના બેટર મુશફિકુર રહીમે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. મુશફિકુરે બુધવારે પોતાના ફેસબુક પેજ પર આ જાહેરાત કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બાંગ્લાદેશની બહાર થયાના એક અઠવાડિયા પછી તેણે આ માહિતી શેર કરી.
મુશફિકુરની વન-ડે કારકિર્દી 19 વર્ષની હતી. તે બાંગ્લાદેશનો ભૂતપૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યો છે.મુશફિકરે સોશિયલ મીડિયા પર લખ્યું, 'હું આજે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. હું સહમત છું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમારી સિદ્ધિઓ ઓછી છે. પરંતુ જ્યારે પણ હું દેશ માટે રમ્યો, ત્યારે હું સંપૂર્ણ સમર્પણ અને પ્રામાણિકતાથી રમ્યો.' રહીમે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયા તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જેના કારણે તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
Latest Stories