BCCI ચીફ સૌરવ ગાંગૂલી કોરોના પોઝિટિવ, વુડલેન્ડ હોસ્પિટલમાં કરાયા દાખલ

New Update

બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે રાત્રે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં વાયરલ લોડ 19.5 આવ્યો છે. તેને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સોમવારે રાત્રે સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંગુલી પ્રથમ વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેના પરિવારના સભ્યોને થોડા મહિના પહેલા કોરોના થયો હતો.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વર્ષની શરૂઆતમાં પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પહેલા તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

Latest Stories