BCCIએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. BCCI એ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી

New Update
team India

ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની પણ ટીમમાં વાપસી થઈ છે. માર્ચ 2024 પછી ભારતીય ટીમની આ પ્રથમ રેડ-બોલ (ટેસ્ટ) શ્રેણી છે. છેલ્લી શ્રેણીમાં ઇંગ્લેન્ડનો 4-1થી પરાજય થયો હતો. બીજી તરફ, આ શ્રેણી નવા ભારતીય મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પણ પ્રથમ રેડ બોલ સિરીઝ હશે.

આ શ્રેણીની સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ વાપસી કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ ફાઈનલ બાદ તેણે બ્રેક લીધો હતો. રિષભ પંત પર પણ બધાની નજર હતી. પંત 634 દિવસ બાદ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં વાપસી કરી રહ્યો છે. 

પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ. , જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.

Latest Stories