/connect-gujarat/media/post_banners/12e4f1c0ac8ffa6de1d1fce0b9a2b1ab536f8d1c83c271a815e92b81fed202d5.jpg)
ભરૂચ જિલ્લાની બોર્ડર ઉપર આવેલ કરજણ-મેસરાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર BKPL-2 ક્રિકેટ ટુર્નામેન્ટનું મુબારક દેરોલવાલાના હસ્તે રંગેચંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની બોર્ડર ઉપર આવેલ કરજણ-મેસરાડ ગામે રાષ્ટ્રભક્તિના ગીત સાથે બન્ને ટીમો મેદાન પર પહોંચી હતી. ઢળતી સાંજે મેસરાડ ગામના હરિયાળા ક્રિકેટ મેદાન પર આંખોને આંજી નાખતી આતશબાજી વચ્ચે મુબારક દેરોલવાલા હસ્તે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. ક્રિકેટની રમતે હવે શહેરોના સીમાડા વળોટીને ગ્રામીણ વિસ્તારોમાં પણ યુવાનોને ઘેલું લગાડયું છે, ત્યારે ગ્રામીણ વિસ્તારના યુવાનો પણ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે એ હેતુસર ગ્રામીણ વિસ્તારોમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થઇ રહ્યું છે, ત્યારે ઝાકમઝોળ રોશની વચ્ચે મેસરાડના ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટની પ્રથમ મેચ KGN ટંકારીયા અને વલણ ડ્રેગન ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં BKPL સીઝન-2 મેસરાડ તેમજ હિંગલોટ અને મનુબર ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર BKPL-2 ટુર્નામેન્ટની મેચો રમાશે. કહેવાય છે કે, આબેહૂબ આઈપીએલ ટાઇપની આ ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં બીજા વખત રમાઈ રહી છે. મેદાનને આયોજકો દ્વારા તનતોડ મહેનત કરી સમતળ બનાવી દેવામાં આવ્યું છે. BKPL-2ના ઉદઘાટન બાદની પ્રથમ મેચ નિહાળવા ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.