ભરૂચ સીમલીયા ગામે BKPL પ્રિમિયર લીગ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

સીમલીયા ગામે BKPL ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાઓને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમા બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા.

New Update

સીમલીયા ગામ સ્થિત પ્રયોશા પાર્ટી પ્લોટ ખાતે આયોજન

ભરૂચ-કરજણ પ્રિમિયર લીગ BKPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય

BKPL ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે એવોર્ડ વિતરણ

ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર યુવાઓને ટ્રોફી અર્પણ

મોટી સંખ્યામાં BKPLના ચાહકો અને આમંત્રિતોની હાજરી

 ભરૂચ જિલ્લાના સીમલીયા ગામ ખાતે ભરૂચ-કરજણ પ્રિમિયર લીગ BKPL ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે ટ્રોફી એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના સીમલીયા ગામ સ્થિત પ્રયોશા પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ-કરજણ પ્રિમિયર લીગ BKPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત BKPL ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ પ્રસંગે ટ્રોફી એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. એવોર્ડ શોમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં ઉભરતા સિતારાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. પ્રત્યેક મહીલાઓદીકરીઓ તેમજ BKPL ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાઓને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમા બેઠેલા મહેમાનોએ તાળીઓના ગડગડાટ વચ્ચે વધાવી લીધા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહેંદી શૈખમિશન ઓલમ્પિક CEO પ્રજ્ઞેશ મેસરીયાઅબ્દુલ કામઠીતલકીન જમીનદારરીઝવાના જમીનદાર, BKPLના પૂર્વ ચેરમેન વાજીદ જમાદાર, BKPLના ચેરમેન સાજીદ ફસા તેમજ મહિલા ક્રિકેટરોરણજી પ્લેયર્સરાઇફલ શૂટિંગ પ્લેયરસોશિયલ વર્કરએજ્યુકેશન અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મહાનુભવો સહિત મોટી સંખ્યામાં BKPLના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories