Connect Gujarat
સ્પોર્ટ્સ

ભરૂચ : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય...

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય હતી

ભરૂચ : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય...
X

ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા જિલ્લાકક્ષા સીનિયર સીટીઝન (60 વર્ષથી વધુ વયના) બહેનો માટે એથ્લેટીકસ, યોગાસન, રસ્સા ખેંચ અને ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં એથલેટીક્સ, યોગાસન અને રસ્સાખેંચની સ્પર્ધા ચેસની સ્પર્ધા યોજાય હતી. એથલેટીક્સ, ચેસ અને યોગાસનમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલ હતો. વિજેતા થનાર બહેનો આગામી તા. ૨૭/૦૩/૨૦૨૩થી તા. ૨૯/૦૩/૨૦૨૩ દરમ્યાન યોગાસન માટે ભાવનગર એથલેટીક્સ માટે અમદાવાદ, ચેસ માટે સુરત અને રસ્સા ખેચ માટે જુનાગઢ ખાતે યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

આ પ્રસંગે તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશ પંડ્યાએ ભરૂચ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત વિજેતા થનાર બહેનો જે રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, તેમને જિલ્લા રમત વિકાસ અધિકારી, ભરૂચ અને દિનેશ પંડ્યા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Next Story