ભરૂચ: મેન્સ એન્ડ વુમન સિનિયર શુટિંગ બોલ ચેમ્પિનશિપમાં અંકલેશ્વરના બે યુવાનોનો સમાવેશ

સુટિંગ બોલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરના બે યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે

New Update
ભરૂચ: મેન્સ એન્ડ વુમન સિનિયર શુટિંગ બોલ ચેમ્પિનશિપમાં અંકલેશ્વરના બે યુવાનોનો સમાવેશ

ઉત્તરપ્રદેશના વારાણસીમાં યોજાનાર ૪૨મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપમાં ગુજરાતની ટીમની પસંદગી કરવામાં આવી છે જેમાં અંકલેશ્વરના બે યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દેશમાં ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ અવિરત રહ્યો છે જોકે સમયની સાથે યુવાનોમાં ખેલ પ્રત્યે રુચિ તેમજ પ્લેટફોર્મ મળતા યુવાઓ અન્ય રમતો માં પણ જંપલવી રહ્યાં છે રાષ્ટ્રીય લેવલ પર પણ અલગ અલગ રમતોને આવરી મોટા મોટા ટુર્નામેન્ટ ના આયોજન કરવામાં આવી રહ્યાં છે ત્યારે સૂટિંગ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય લેવલની ૪૨મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપ -૨૦૨૩નુ આયોજન કરવામાં આવ્યું છે..

જેમાં ગુજરાતની ટીમ પણ ભાગ લઈ રહી છે જેને લઈ સુટિંગ બોલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ટીમની પસંદગી કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વરના બે યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.૪૨મી મેન્સ એન્ડ વુમન સિનિયર સુટિંગ બોલ ચેમ્પિનશિપ ૨૦૨૩માં ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ ૨૪ પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં અંકલેશ્વરના નીરવ પટેલ અને ભાવેશ પટેલની પસંદગી થયાં અંકલેશ્વર શહેર તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું અને પટેલ પરીવારમાં પણ આનંદની લાગણી છવાઈ હતી. ગુજરાતની મેન્સ ટીમના ૧૨ ખેલાડીઓમાંથી બે યુવાનો અંકલેશ્વરના હોવાથી આગામી યોજનાર સુટિંગ બોલ ચેમ્પિનશિપમાં ૨૦૨૩ સૌ કોઈની નજર રહેશે અને ગુજરાતની ટીમ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિજેતા બનશે તેવી સુટિંગ બોલ એસોસિએશન ઓફ ગુજરાતએ આશા વ્યકત કરી છે..

Latest Stories