GUJARAT TITANSનો અમદાવાદમાં ભવ્ય રોડ-શો, ગુજરાતીઓને ગૌરવ અપાવવા બદલ CMએ શુભેચ્છા પાઠવી

પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે

GUJARAT TITANSનો અમદાવાદમાં ભવ્ય રોડ-શો, ગુજરાતીઓને ગૌરવ અપાવવા બદલ CMએ શુભેચ્છા પાઠવી
New Update

પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે IPL ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કર્યા હતા. ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રીએ પાટણના પરંપરાગત પટોળા ભેટ આપી ખેલાડીઓનું ભાવભર્યું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે યુવા, રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતા ખેલાડીઓ સાથે રસપ્રદ વાર્તાલાપ પણ કર્યો હતો. ગુજરાતી ટાઇટન્સ ટીમના ખેલાડીઓએ સોશિયલ કોઝ માટેની પ્રસંશનીય પહેલ કરતા ટીમના તમામ ખેલાડીઓના હસ્તાક્ષર કરેલું 'બેટ' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યું હતું. આ બેટની હરાજી વેચાણમાંથી થનારી આવક રાજ્યની દિકરીઓના શિક્ષણ અને કન્યા કેળવણી માટે ઉપયોગમાં લેવામાં આવશે.

ગુજરાત ટાઇટન્સ ટીમે તેની ડેબ્યૂ ટુર્નામેન્ટમાં વિજેતા બની સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવવા બદલ મુખ્યમંત્રીએ ટીમના તમામ સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમની જીત પાછળનો સફળતા મંત્ર વર્ણવતા જણાવ્યુ હતું કે, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત 1 લાખથી વધુ ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વર્ધન કર્યું હતું, જેથી સૌ ખેલાડીઓને એક અલગ જ ઉર્જા મળી હતી.

અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. અભિવાદન સમારોહ બાદ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટેલ હયાતથી રિવરફ્રન્ટ સુધી ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરી રોડ શોને પ્રસ્થાન કરાવ્યુ હતું. રોડ શો દરમ્યાન શહેરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટ પર હાર્દિક પંડ્યા અને અન્ય ક્રિકેટરોની એક ઝલક જોવા માટે અમદાવાદવાસીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.

#ConnectGujarat #HarshSanghvi #Gujarat Titans #Bhupendra Patel #TataIPL #road show #Amdavad #Gujarat Titans Team #GTvRR #RRvGT #IPL2022 #GT Road Show #GujaratCM
Here are a few more articles:
Read the Next Article