ક્રિકેટર ઋષભ પંતનું મુંબઈની હોસ્પિટલમાં 3 કલાક ચાલી હતી સર્જરી, જાણો હેલ્થ અપડેટ.!

કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંત ની હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ક્રિકેટર ઋષભ પંતનું મુંબઈની હોસ્પિટલમાં 3 કલાક ચાલી હતી સર્જરી, જાણો હેલ્થ અપડેટ.!
New Update

કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંત ની હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યાંથી પંત વિશે એક મોટું અપડેટ આવી રહ્યું છે. રિષભ પંતની સર્જરી થઈ છે. આ ઓપરેશન બાદ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન પંતનો રિસ્પોન્સ સારો છે. જેનો અર્થ છે કે તે સારું અનુભવી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર આ સર્જરી જમણા પગના ઘૂંટણ પર લિગામેન્ટ પર કરવામાં આવી હતી. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ રિષભ પંતની આ સર્જરી શુક્રવાર થઈ હતી. આ ઓપરેશન ડો.દિનશા પદરીવાલાએ કર્યું હતું. આ સર્જરી બાદ હવે રિષભ પંતને લગભગ 3 થી 4 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે રિષભ પંત નું આ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતું. ઋષભ પંત સારવાર બાદ સારું અનુભવી રહ્યો છે અને તેનો પ્રતિભાવ પણ સારો છે. કાર અકસ્માત બાદ ઋષભ પંત ને માથા, પીઠ, પગ, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ગંભીર ઈજા થઈ છે. અગાઉ તેની સારવાર દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડાયો હતો.

#India #Connect Gujarat #BeyondJustNews #Mumbai #Rishabh Pant #cricketer #surgery #Mumbai hospital #health update
Here are a few more articles:
Read the Next Article