/connect-gujarat/media/media_files/Yr3qnOXwtC5qxHiGolYs.jpg)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને સમન્સ મોકલ્યું છે. અઝહર પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશન (HCA)ના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારનો આરોપ છે. જોકે, અઝહરે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.EDએ આજે જ અઝહરને પૂછપરછ માટે બોલાવ્યો છે. EDની ટીમ HCAમાં ગેરરીતિઓની તપાસ કરી રહી છે. ઉપ્પલ પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ નોંધાયેલા કેસના આધારે EDએ અઝહરને સમન્સ પાઠવ્યું છે.
61 વર્ષીય પૂર્વ ક્રિકેટર પર અગાઉ પણ મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. જેના કારણે BCCIએ તેના પર પ્રતિબંધ પણ મુક્યો હતો. જોકે, બાદમાં અઝહરને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.ED અનુસાર, હૈદરાબાદ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓએ રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં નાણાકીય અનિયમિતતાઓ કરી હતી. તેણે ખાનગી કંપનીઓને ઊંચા દરે કોન્ટ્રાક્ટ આપ્યા અને એસોસિયેશનને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું. આ મામલામાં 3 FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અઝહરુદ્દીનને 2018માં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો હતો. 2009માં તે કોંગ્રેસની ટિકિટ પર યુપીના મુરાદાબાદથી સાંસદ હતો.